અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા પોરબંદરના પરંપરાગત મહેરના મણિયારા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના આગમન ટાણે આ કાર્યક્રમથી નવરાત્રિનો માહોલ જોવા મળ્યો હતો.
રાસ ગરબાનો કાર્યક્રમ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.જેમાં પોરબંદર જિલ્લાના ભાવપરા ગામના લોકોએ પરંપરાગત મહેર સમાજના સાંસ્કૃતિક મણીયારા રાસની રમઝટ બોલાવી હતી.પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્ય દ્વારા મહેર સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રીતે રજૂ કરાઈ હતી કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટીફઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, નવદુર્ગા મંડળના સુરેશ પટેલ સહિત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ડેનિશ ભૂત,વાલમજી દેસાઈ, ભરત પટેલ, બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.










