વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન, કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો તેમજ રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત પ્રગતિ પથ યાત્રાનો જંબુસર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે મામલતદાર એન.એસ વસાવા તથા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન દોશીની ઉપસ્થિતિમા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પ્રગતિ પથ યાત્રાને સફ્ળતા માટે શુભેચ્છાઓ પાઠવી વિકાસના સંકલ્પ સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.










