વાગરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ નિમિત્તે વાગરા ખાતે નિર્માણ પામેલા અદ્યતન કેફે જનસેવા, જનસેવા કેન્દ્ર, ઇ ધરા કેન્દ્ર, મારી યોજના કક્ષ, મિટિંગ હોલ અને જનસેવા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાગરા મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા 20 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7/12, 8 અના ઉતારા જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે.વધુમાં,વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણની જાળવણી માટે 5000 સ્ક્વેર ફૂટ જગ્યામાં જનસેવા વન વિકસાવવામાં આવનાર છે. ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછી જગ્યામાં ગીચ જંગલ બનાવવા માટે જાણીતી મિયાંવાકી જાપાનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વનમાં હાલ 325 વૃક્ષો વાવવામાં આવ્યા છે.










