8

ભરૂચ : ભરૂચ ખાતે ડો.ગંગુબેન હડકર હાઈસ્કુલ સંચાલિત ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્રશાળાના સંયુકત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ક્વિઝ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાંથી ધો.5, 6,7 અને 8 ના વિદ્યાર્થીઓ તથા માધ્યમિક વિભાગમાંથી ધો.9 અને 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો તેમજ ઈંગ્લીશ મિડીયમ વિભાગના ધો.5 ના વિદ્યાર્થીઓએ પણ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામોમાં પ્રથમ ક્રમે માધ્યમિક વિભાગના ધો.10 થી વિદ્યાર્થીનીઓ, દ્વિતિય ક્રમે ઈંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓ અને તૃતીય ક્રમે શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્રશાળાના ધો.5 ના વિદ્યાર્થીઓ વિજેતા રહ્યા હતા. શાળાના આચાર્ય મનહરભાઈ વાઘેલા તથા કેમ્પસ હેડ બિપિનચંદ્ર જગદીશવાલા અને પ્રાથમિક વિભાગના આચાર્ય મંજુલાબેન ચૌહાણ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દિવ્યેશ જાદવે સૌ વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી.