વાલિયા : વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત ઇનોવેશન ક્લબ, હોમ સાયન્સ વિભાગ અને કલા કૌશલ્યના સંયુક્ત ઉપક્રમે રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. નિયતિબેન ભટ્ટ ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. સ્પર્ધાના આયોજનમાં હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ એસોસિયેટ પ્રોફેસર ભાવનાબેન ગોથાણાએ માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં અનિતાબેન વાઘ અને નિમિષાબેન માટીએડાએ નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.રાખી મેકિંગ કોમ્પિટિશનમાં કુલ 35 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વસાવા સુઝેન વિજેતા બન્યા હતા. કાર્યક્રમના સફ્ળ આયોજન બદલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. નિયતિબેન ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો