દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાનના ભાગરૂપે ભરૂચમાં સંત સમાજ, ગૌભકતો અને સ્થાનિક નાગરિકોએ પાંજરાપોળથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી ગૌવંશની સંપુર્ણ સુરક્ષા, ગૌસેવા અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
આવેદનપત્રમાં દેશી ગૌવંશની સુરક્ષા માટે દેશવ્યાપી નીતિ ઘડવા ઉપરાંત ગૌપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ ગૌપાલન મંત્રાલય ની સ્થાપના કરવાની માંગ પણ કરવામાં આવી હતી. અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5100 થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યુ હતુ અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌસેવા અને ગૌસુરક્ષા અંગેનું પ્રાર્થનાપત્ર સરકારને મોકલવામાં આવ્યુ હતુ જો કે આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતા 27 જુલાઈના રોજ દેશભરમાં એક સાથે જિલ્લા કલેકટરોને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
