અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી નિવૃત આર્મી જવાનોની દાંડી યાત્રા આમોદ આવી પહોચતા આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા - 1ના વિદ્યાર્થીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું.


ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાને સમજવા અને જાણવાના હેતુ સાથે બીજી જાન્યુઆરી અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા આજ રોજ આમોદ ખાતે આવી પહોંચી હતી.જે દાંડીયાત્રાનું શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું. દાંડી યાત્રામાં ભારતીય આર્મીના અલગ અગ રાજ્યોના 16 નિવૃત્ત જવાનો જોડાયા છે. .આમોદ ગાંધી આશ્રમ ખાતે શાળાના બાળકો સાથે તેમણે વાર્તાલાપ કરી ગાંધીજીના જીવન મૂલ્યો વિશે હળવા અંદાજમાં ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આમોદના અગ્રણીઓએ પણ નિવૃત આર્મી જવાનોનું સન્માન કર્યુ હતું. યાત્રા અહીથી દાંડી જવા રવાના થઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: