નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલનમાં લાગણીસભર માહોલ

ભરૂચ : જીવન વીમા નિગમ વડોદરાના નિવૃત્ત પેન્શનરોના ભરૂચ-અંકલેશ્વરના યુનિટનું સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યુ હતુ. રમેશભાઈ જાદવે સૌનું સ્વાગત કર્યુ હતુ. સ્વર્ગસ્થ સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યતિન શેઠ, મુળજીભાઈ પટેલ, ખાન, ભરતશાહ, તવરાવાલા વગેરેએ નવાવર્ષના અભિનંદન પાઠવી પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતુ.