નેત્રંગ : નેત્રંગ તાલુકા મામલતદાર કચેરી ખાતે વસતી ગણતરી-2026 અંતર્ગત નિયુક્ત સુપરવાઇઝરઓની રીવ્યુ બેઠકમાં હાલની કામગીરીની વિસ્તૃત સમીક્ષા અને બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં ઝડપથી અને ગુણવત્તાસભર રીતે પુર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.


આ બેઠકમાં મામલતદાર કે.પી ગળીયા વસતી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં ચોકસાઈ, જવાબદારી અને સમયપાલનનું વિશેષ મહત્ત્વ સમજાવી તમામ સુપરવાઇઝરઓને નિષ્ઠાપુર્વક ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત વસતી ગણતરી-2026ના પ્રથમ તબક્કા અંતર્ગત હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગસેન્સસની કામગીરી 100 ટકા સફ્ળતાપુર્વક પુર્ણ કરનાર કુલ-6 ગણતરીદારોને તેમના ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કાર્યની કદરરૂપે પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જે દરમ્યાન સંબંધિત અધિકારીઓ, સુપરવાઇઝરઓ અને ગણતરીદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: