ભરૂચ : ભરૂચ ખાતે આજે રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમનો ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી. રોટરી ડિસ્ટ્રીકટ 3060 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026-27 માટે નવી ટીમની વરણી અને પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન ઝૈનુલ આબેદીન સૈયદને રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે નવી ટીમના સભ્યોને પણ વિવિધ જવાબદારીઓ સોંપાઈ હતી. સમારોહમાં મુખ્ય મહેમાન ભૂતપુર્વ ડીસ્ટ્રીકટ ગર્વનર પરાગ શેઠ દ્વારા નવા પ્રમુખ તથા નવી ટીમનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યુ હતુ. જયારે ડો.વનરાજસિંહ મહિડા ભૂતપુર્વ પ્રમુખ તથા આઈએમએ ગુજરાત ચેપ્ટર પ્રમુખ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડો.સુહેલ વાઝા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ડો.ઈરફાન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નજિર પટેલ, ડો.મિન્હાજ પટેલ, યાસીન દાદાભાઈ સહિત રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો