ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં નિર્દિષ્ટ વિસ્તારોના ગામોના વિકાસ માટે કુલ મળીને રૂ. 32.45 કરોડના વિકાસ કાર્યોને આ સર્વગ્રાહી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં કુલ 32.45 કરોડના ખર્ચે નિર્દિષ્ટ વિસ્તારોના ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓનો વધારવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ કુલ 6 નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓ હવે વિકાસની નવી દિશા તરફ્ આગળ વધી રહ્યા છે. આ ભંડોળનો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓમાં જરૂરી માળખાગત સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતોને મજબૂત કરવા માટે થશે.










