આમોદથી સાળંગપુર-બોટાદ તથા જંબુસર - દ્વારકા બસને આજે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મુસાફારો અને શ્રદ્ધાળુઓની માંગને પગલે સાળંગપુરની સીધી બસસેવા શરૂ કરવા ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યે આમોદ - સાળંગપુર-બોટાદ બસમાં ભાજપના કાર્યકરો, હોદેદારો અને મુસાફારો સાથે બેસી હનુમાન ચાલીસાનું પાઠ કર્યા હતા. આ બસના પ્રારંભ થવાથી આ વિસ્તારના શ્રદ્ધાળુઓને સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના દર્શને જવામાં સરળતા રહેશે, આ બસ રોજ સવારે 5:45 વાગ્યે આમોદથી બોટાદ જવા ઉપડશે, અને 12:30 કલાકે સાળંગપુર પહોંચશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
