ગામના સરપંચ અનિરુદ્ધસિંહ ગોહિલે 'જેટકો'કંપનીની ભરૂચ ઓફ્સિને લેખિત નોટિસ ફટકારી રોષ ઠાલવ્યો છે કે, ગુ.પં.ધારાની કલમ-98, કલમ- 108 અને 109 ની જોગવાઈ મુજબ આ ગૌચરણની જમીન પરીઆ ગ્રા.પં.ની માલિકીની ગણાય છે. જેથી આ બાબતનો આખરી નિર્ણય કરવાની સત્તા ગ્રામસભાને છે. આ બાબતે ગત તા.18-06-2022 તથા તા.28-07-2023 ના રોજ ગ્રામસભામાં પરીઆ ગામના લોકોનો વિરોધી ઠરાવ કરવામાં આવ્યો હતો કે, આ ગામનું ગૌચરણ કોઈને પણ સુપ્રત કરવું નહીં અને ગ્રા.પં.ની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સરકાર દ્વારા ફાળવેલી જમીન ગામ લોકો માન્ય રાખશે નહીં. આ ઠરાવનો નિર્ણય રદ કરવાનો કોઈને પણ અધિકાર નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, ગૌચરણ અને ગામતળની જમીન ગ્રામસભા કે પંચાયતના અભિપ્રાય સિવાય કોઈને પણ ફાળવી શકાય નહીં. જેથી સરપંચે 'જેટકો' કંપનીના અધિકારીઓને ચેતવણી આપી છે. આ કામ અહીંથી જ અટકાવી દેશો અને જ્યાં સુધી ગ્રામસભા અને ગ્રા.પં.ની સંમતિ ન મળે ત્યાં સુધી કામ શરૂ કરવું દેવું.
