ભરૂચ જિલ્લાના ટંકારીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક નાગરિકોને વહીવટી પ્રક્રિયાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને તેમના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ થાય તેવો હતો. ગ્રામજનોએ આ તકનો બહોળો લાભ લીધો હતો અને એક જ છત્ર નીચે અનેક સરકારી યોજનાઓના લાભો મેળવ્યા હતા. એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરી હતી આ સેવા સેતુ કેમ્પમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન મુખ્ય સેવા અને યોજનાઓના લાભો સ્થળ પર જ ફાળવવામાં આવ્યા હતા. આધારકાર્ડ સંબંધિત કામગીરી, નવા આધારકાર્ડ બનાવવા તેમજ સુધારા-વધારા કરવાની કામગીરી કરવામાં આવી હતી. આવક અને જ્ઞાતિના પ્રમાણપત્રો, વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે જરૂરી વિવિધ દાખલાઓ સ્થળ પર જ ઈસ્યુ કરાયા હતા. રેશનકાર્ડને લગતી સેવાઓ નવા રેશનકાર્ડ, નામ ઉમેરવુ કે કમી કરવુ જેવી પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી.