મા શક્તિની આરાધના અને કૃષ્ણ ભક્તિના પર્વ શરદ પૂનમ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા માત્ર બ્રાહ્મણો માટે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિર (શનિમંદિર), દાંડિયાબજાર, ભરૂચ ખાતે શરદ પૂનમની રઢીયાળી રાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમ્યાન મહાઆરતી તેમજ આરતી સજાવટ સ્પર્ધાનું આયોજન કરાયુ હુ. જેમાં 250 થી વધુ ભૂદેવોએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ માણી સામુહિક એકતાનો પરિચય આપ્યો હતો. આરતી સ્પર્ધાના વિજેતા બનેલા ઉમેદવારોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ક્રિષ્નાબેન વ્યાસે નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરા બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી તથા બ્રહ્મ સોશિયલ ગૃપના પ્રમુખ યોગેશ જોષી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, કર્મકાંડી બ્રહ્મ અગ્રણી ગીરીશભાઈ શુકલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ગત વર્ષના આયોજનોને ધ્યાનમાં રાખીને, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુકલ અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતની સમગ્ર ટીમની આગામી ત્રણ વર્ષ માટે પુનઃ નિયુકિત કરવાની જાહેરાત ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.