. પાલેજ નગરમાં આવેલા વિવિધ મંદિરો દ્વારા ભગવાનના બાલસ્વરૂપ ઠાકોરજીની શોભાયાત્રા અને પરંપરાગત નૌકાવિહાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પાલેજ નગર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા રામજી મંદિરોમાંથી ભગવાનના બાલસ્વરૂપને સુંદર રીતે શણગારેલી ભગવાનના બાલસ્વરૂપને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. નંદ ઘેર આનંદ ભયો અને ઠાકોરજીના ભજન-કિર્તનની રમઝટ સાથે સમગ્ર નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એકાદશીને પરિવર્તિની એકાદશી અથવા વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢેલા હોય ત્યારે પોતાની કરવટ બદલે છે. પાલેજના હરિભકતોએ આખો દિવસ ઉપવાસ-વ્રત રાખી સાંજે ઠાકોરજીનું વિશેષ સૂર્યપૂજન કર્યુ હતુ અને ત્યારબાદ મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
