ભરૂચ તાલુકાના દયાદરા ગામની સાબરી કોલોનીમાં અનેક ચકલીઓ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ચકલીઓના ચણમાં કોઇએ ઝેર ભેળવ્યુ કે પછી પ્રદૂષણની અસરથી મૃત્યુ પામી છે તેવા પ્રશ્નો વચ્ચે આ ઘટનાની તાકિદે તપાસ થાય અને કસુરવારો સામે કડક હાથે કામ લેવામાં આવે તેવી લોકોની માંગ છે.

છેલ્લા કેટલાક સમયથી અદ્રશ્ય થયેલ ચકલીઓએ ફરી એકવાર દેખા દીધી હતી તેવામાં અચાનક કેટલીક ચકલીઓના મોતને કારણે અનેક શંકા-કુશંકાઓ પ્રવર્તી રહી છે. વિલાયત જીઆઈડીસીના પ્રદુષણની સ્થાનિકોમાં આશંકા પ્રબળ બની રહી છે ત્યારે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ નાગરિકોએ કરી છે. સાબરી કોલોની વિસ્તારમાં અનેક ચકલીઓ શંકાસ્પદ સંજોગોમા મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.