7

પ્રાથમિક શાળા નવા ટોઠીદરાના બે વિધાર્થીઓ માછી ભાવિક રમેશભાઈ અને પટેલ જેનિલકુમાર અશોકભાઈ તથા તેમના માર્ગદર્શક શિક્ષક પટેલ ઉર્વેશકુમાર દિનેશભાઈએ ભારતીય સંસદભવન, દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તેઓ એ વર્ષ 2025-2026 માં 52 મો રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભોપાલ ખાતે વિધાર્થીઓ એ પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ત્યાં તેઓએ શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કરવા બદલ તેમને સંસદભવનમાં 2 જી ઓક્ટોમ્બર ના રોજ મુલાકાત માટે નુ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશની લોકશાહીનું પવિત્ર સ્થાન એવા સંસદ ભવનમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા, રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્રીય મંત્રીમંડળના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નાના ગામથી સંસદ ભવન સુધીની આ ગૌરવયાત્રા માત્ર બે વિદ્યાર્થીઓની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર નવા ટોઠીદરા ગામ, શાળા પરિવાર, ઝઘડીયા તાલુકા અને ભરૂચ જિલ્લા માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો