સંજેલી ઇન્ડિયન ગેસ સિલિન્ડર નું આજ રોજ મામલતદાર કચેરીના પુરવઠા મામલતદાર ટી.એચ.તડવી તેમજ તેમનો સ્ટાફ્ સાથે રહી અને પોલીસ કર્મચારીઓની દેખરેખ સાથે ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે વહેલી સવારથી બપોર સુધી લોકો ગેસ સિલિન્ડર લેવા માટે લાઈનોમાં ઊભા રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોને ગેસ સિલિન્ડર લઈને પણ બોલાચારીના પણ દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સમજાવી અને ફરી રાબેતા મુજબ ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ સિલિન્ડરમાં કેટલાક મહિનાઓથી કંઈક કારણોસર લોકોને ગેસ સિલિન્ડર લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે ડીએસસી નંબર સહિતની ગેસ બુકિંગ કરવાની બાબતોમાં ગ્રાહકોને મુશ્કેલીના કારણે બોટલો લેવા માટે પણ તકલીફ્નો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા પણ આ સમસ્યાનો પણ વહેલી તકે નિરાકરણ કરી અને રાબેતા મુજબ ગેસ સિલિન્ડર વિતરણ કરવાનો પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે.










