ભરૂચ : ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ બનવાના હેતુથી સમુહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમ્યાન પાંચ યુગલના નિકાહ ધાર્મિક વિવિધ મુજબ સંપન્ન કરાવવામાં આવ્યા હતા. સમુહ નિકાહ પ્રસંગે મૌલાના તથા ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં નિકાહખ્વાનીની ધાર્મિક વિધિ યોજાઈ હતી. જરૂરિયાતમંદ પરિવારો પર લગ્ન પ્રસંગે આવતો આર્થિક બોજ ઓછો થાય તેમજ સમાજ તરફથી તેમને સહયોગ મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિત સમાજના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો, શુભેચ્છકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી ડો.સૈયદ અબ્દુલ રશીદ બાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ઉપસ્થિત મહાનુભાવોએ આવકાર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો