શનિ - રવિની રજામાં શહેરના ઘોંઘાટિયા જીવનથી ત્રસ્ત થયેલા શહેરીજનો રજાના દિવસોમાં વડોદરાથી માત્ર 70 કિ.મીના અંતરે આવેલ જાંબુઘોડા અભયારણ્યની વાટ પકડે છે. હાલ ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે રવિવારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ પાવાગઢ- જાંબુઘોડા વિસ્તારમાં ઊમટી પડયાં હતા . હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર પાવાગઢથી લઈ જાંબુઘોડા સુધી જ્યાં જુઓ ત્યાં કારના ખડકલો થઇ ગયો હતો. રવિવારના એક જ દિવસમાં આશરે 25 હજાર જેટલા સહેલાણીઓ જાંબુઘોડા અભયારણ્ય તેમજ શક્તિપીઠ પાવાગઢની આસપાસના આહલાદક નજારા જોવા માટે ઊમટયાં હતા. પાવાગઢ ખાતે વડા તળાવ વિસ્તારમાં ઊમટેલા પ્રવાસીઓ.
