ભરૂચ : યુનાઈટેડ મુસ્લિમ એસોસીએશન, ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન તા.23 ઓગષ્ટ 2026 ના રોજ સાજિદ દલાલ હોલ ખાતે કરવામાં આવ્યુ હતુ. સમારોહમાં ભરૂચ શહેરના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર કુલ 252 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની આગેવાની યુએમએના પ્રમુખ અબ્દુલ રહીમ શેખે કરી હતી જયારે સંસ્થાના જનરલ સેક્રેટરી ઈમ્તિયાઝખાન પઠાણ અને પ્રોજેકટ ચેરમેન પરવેઝ લાકડાવાલાની ભૂમિકા રહી હતી. સમારોહનું સંચાલન સિરાજ સૈયદ, ઈલ્યાસ ફ્રુટવાલા અને વસીમ શેખ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો