ભરૂચ : બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ, ઝાડેશ્વર સેવાકેન્દ્ર દ્વારા વોક ફેર પીસ એન્ડ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ અને શાંતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડયો હતો.બી.કે. પ્રભા દીદીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમની શરૂઆત બી.કે. નીમાદીદી દ્વારા રાજયોગ અને મુરલી ક્લાસથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડ, ભરૂચના યોગ કોચ બી.કે. સુરેન્દ્રભાઈએ યોગાભ્યાસ કરાવ્યો હતો. ત્યારબાદ વોક ફેર પીસ એન્ડ યોગા રેલીનો પ્રારંભ વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલના હસ્તે ફ્લેગ ઓફ્ આપી કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બી.કે. અમિતાદીદી, બી.કે. સુજાતાદીદી, બી.કે. ચૈતાલીદીદી તથા બી.કે. કૈલાશદીદી દ્વારા કરવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: