વાલિયા : વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ST/SC સેલ, અર્થશાસ્ત્ર્ર વિભાગના અને વિમેન્સ સેલના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ મેન્ટરશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર્ર વિભાગની વિદ્યાર્થીની સ્નેહા વસાવાએ વારલી આર્ટ ક્ષેત્રે પોતાની પ્રતિભા રજૂ કરી હતી. તેમણે પોતાની કલાત્મક યાત્રા, વિવિધ પેઇન્ટિંગ્સ તથા ચંદ્રયાન આધારિત કૃતિ વિશે માહિતી આપી હતી.તેમની એક કૃતિ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા સ્વીકારવામાં આવી હતી તથા ચંદ્રયાન આધારિત કૃતિને પેટન્ટ પણ પ્રાપ્ત થયું છે.સ્નેહાએ વારલી કળાને પેન સ્ટેન્ડ, બુકમાર્ક, વોલ પીસ, મોબાઇલ કવર વગેરે ઉપયોગી વસ્તુઓ સાથે જોડીને તેને કૌશલ્ય વિકાસ અને આવકના સાધન તરીકે વિકસાવવાની શક્યતાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમની એક પેઇન્ટિંગ ખૂબ ઓછી કિંમતેમાં વેચાઈ હોવાનો અનુભવ પણ તેમણે વિદ્યાર્થીનીઓ સાથે શેર કર્યો.કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
