ભરૂચના દહેજ સ્થિત રોકવુલ કંપની તરફ્થી વુમન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 20 જેટલી કાર બહેનોએ જાતે કાર ચલાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને વિનય પ્રતાપસિંહ( રોકુલ બિઝનેસ યુનિટ ડાયરેક્ટર), પી.આઈ ગોહિલ , પલક કાપડિયા, અને રીનાબેન દ્વારા લીલી જંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી, કાર રેલી ભરૂચથી નીકળીને પાલેજ ટાઉનમાં ખાતે આવી પહોંચી હતી.

પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શબ્બીર પઠાણ તથા રોકવુલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરફ્થી મહિલા સશક્તિકરણ અને તેઓના અધિકારો વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી આ રેલીમાં મોમ્સ ઓફ્ ભરૂચ 50 જેટલા બહેનોએ ભાગ લીધો હતો તથા રોકવુલ કંપનીના અધિકારીઓએ પણ જોડાયા હતા. કાર રેલીનું વડોદરા સ્થિત એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં 200 જેટલા બહેનો ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે સ્ત્ર્રી સશક્તિકરણ અને એમના અધિકારો વિશેજાગૃતતા ફેલાવવામાં આવશે.