ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં જન જાતીય ગૌરવ સપ્તાહ તરીકે ઉજવણીના આજે અંતિમ દિવસે ભરૂચના આત્મીય હોલ ખાતે ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને કેયુરભાઈ રોકડીયાની અધ્યક્ષતામાં મહિલા શક્તિ, સમાજની પ્રગતિ અને આદિવાસી ગૌરવના સંકલ્પ સાથે મહિલા સંમેલન યોજાયુ હતુ.
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં મહિલાઓની શક્તિ, સશક્તિકરણ, સામાજીક જાગૃતિ અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાજકોટ પિૃમ બેઠકના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને વડોદરાના સયાજી ગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાનું ભગવાન બિરસા મુંડાની તસ્વીર અને આદિવાસી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતુ સાથે અન્ય મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ આ મહિલા સંમેલનમાં પ્રાયોજના વહીવટદાર એમ.એન.ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ.
સંમેલનમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે સરકાર મહિલાઓ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે તેના ઉપર પ્રકાશપાડતા જણાવ્યુ હતુ કે વ્હાલી દીકરી યોજનાથી લઈ ગંગા સ્વરૂપ યોજના સુધીની તમામ યોજનાઓ, મહિલા અનામત સહીતના લાભો હાલની સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભરૂચને ભાંગ્યુ ભાંગ્યુ ભરૂચ તરીકે નહિ પરંતુ હવે ભર્યુ ભર્યુ ભરૂચ લાગી રહ્યુ હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
આ કાર્યક્રમમાં સખી મંડળની પ્રગતિશીલ મહિલાઓ પૂનમબેનપાટીલ, મનિષાબેન વસાવા અને શારદાબેન વસાવાએ ગૃહ ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ તેમણે પોતાના અનુભવો અને સફળતાની વાતો રજુ કરી અન્ય મહિલાઓને પણ સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં આઈ.એ.એસ.અવિધજા ગુપ્તા, જિલ્લા પંચાયત સદસ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ રૂચિતા મોદી, અગ્રણી પરેશ લાડ, જીગ્નેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષાબેન માનાણી, મામલતદાર નિકુંજભાઈ, માધવીબેન મીસ્ત્રી તેમજ અન્ય મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો