વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનની મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીમાં કામ કરતા મજૂરનું ચોથા માળેથી નીચે પટકાતા મોત થયુ છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના અને હાલ સાયખા GIDCની મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપની રહેતા અને કંપનીમા જ ફ્ટિર તરીકે કામ કરતા ગોવિન્દકુમાર અમિકા રાય ઉ.વ.22 ગતરોજ કંપનીના એસ.એલ પ્લાન્ટના ચોથા માળે અન્ય મજુરો સાથે લોખંડની કોલમની પાઈપના બોલ્ટ ફીટ કરવાનુ કામ કરતો હતો.દરમિયાન સાંજના આશરે સાડા છ વાગ્યે તેનો પગ લપસી જતા ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત ગોવિંદ કુમારને પ્રથમ સારવાર વાગરા સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે એપેક્ષ હોસ્પીટલ ભરૂચ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો