જંબુસર : જંબુસર તાલુકાના કલક ગામે સામાજિક વનીકરણ વિભાગ આર એફ્ ઓ. ઉન્નતી પંચાલની આગેવાની હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે વન કવચનું લોકાર્પણ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન રક્ષક વિક્રમસિંહ ચાવડા, હિના મલેક, વનપાલ કપિલ ચૌધરી, ગામિત ફ્લિીપ, અમીશાબેન પટેલ, નગીનભાઈ પરમાર, ગામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી









