ભરૂચ : શ્રી નવજીવન ગ્રામ વિકાસ કેન્દ્ર જોલવા ટીઆઈ પ્રોજેકટ દ્વારા તા.30 બપોરે 11 કલાકે વિશ્વ હેપેટાઈટિસ દિવસ સપ્તાહ નિમિત્તે દહેજ પીએચસી ખાતે હેપિટાઈટિસ-બી, હેપેટાઈટિસ-સી અને એચ.આઈ.વી./એઈડ્સ, ટીબી અંગે જાગૃતિ કેમ્પના જાગૃતિ કેમ્પ યોજાયો હતો. જેમાં દહેજની કોલોનીના કુલ 45 માઈગ્રન્ટ હાજર રહ્યા હતા. જેમાં ડો. મૃદુલ પટેલ હેપેટાઈટિસ-બી અને સી કેવી રીતે ફેલાય છે તેના લક્ષણો, બચાવના ઉપાયો અને રસીકરણનું મહત્વ માર્ગદર્શન આપ્યું તેમજ પ્રોજેકટ મેનેજર પ્રીતિબેન રાણાએ એચઆઈવી, એઈડ્સ અંગે માહિતી આપી હતી.
