07
ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ નર્મદા નગર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના સ્ટેટ કો-ઓડિનેટર રાજેશ પંચાલએ ઉપસ્થિત રહીને સૌને યોગાભ્યાસ કરાવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોનું સ્વાગત કરતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસોને પરિણામે આજે યોગને વૈશ્વિક ફલક પર સર્વોચ્ચ સ્થાન પ્રાપ્યુ થયુ છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાન હેઠળના વિવિધ સેવા કાર્યોના ભાગરૂપે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ યોગ અને ધ્યાન શિબિરમાં ભરૂચના વિવિધ ક્ષેત્રના અગ્રીઓ અને વહીવટી અધિકારીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ડીસ્ટ્રીકટ કોઓડીનેટર બિનિતા પ્રજાપતિ અને કામિનાબા રાજ, શહેરના અગ્રણીઓ, પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિતના મહાનુભાવોએ નાગરિકોની સાથે બેસીને યોગાભ્યાસ કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો