જંબુસર : જંબુસર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણીના અનુસંધાને પ્રાન્ત અધિકારી ડો.સુપ્રિયા ગાંગુલીના માર્ગદર્શન હેઠળ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના મહત્વને આત્મસાત કર્યું હતું.કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન યાદવ, જંબુસર નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એન.એસ. વસાવા, તાલુકા વિકાસ અધિકારી ડી.કે. પરમાર, જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી આર.એસ. પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત તાલુકા પંચાયત તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar News: ST બસમાં QR પેમેન્ટથી 112 કરોડથી વધુ આવક, 16 વિભાગના 125 ડેપોમાં ETM વ્યવસ્થા









