ડો.નવનાથ ગવહાણેએ આજે ભરૂચ જિલ્લાના નવા કલેકટર તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો.

ડો.નવનાથ ગવહાણે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બદલી પામેલા કલેકટર ગૌરાંગ મકવાણાએ નવા કલેકટરને જિલ્લા વહીવટ સંબંધિત જરૂરી માહિતી આપી સત્તાવાર રીતે ચાર્જ સુપરત કર્યો હતો. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ ડો.નવનાથ ગવહાણેએ જણાવ્યુ હતુ કે, તેઓ ભરૂચ જિલ્લાના નાગરિકોને પારદર્શક, ઝડપી અને અસરકારક વહીવટી સેવાઓ પુરી પાડવા પ્રતિબદ્ધ રહેશે. તેમણે જણાવ્યુ કે, સરકારની જનકલ્યાણારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યકિત સુધી પહોંચે તે માટે તંત્રને વધુ સક્રિય બનાવવામાં આવશે.