ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલી જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરનું વીજ, પાણી અને ગેસ કનેક્શન પાલિકા દ્વારા કાપી નાંખવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. શનિવારે સ્થાનિકોએ એકત્ર થઈ પાલીકા પ્રમુખને રજૂઆત કરી હતી. જોકે, પાલિકા પ્રમુખે પણ સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાની બાંહેધરી આપી હતી.


ભરૂચ નગરપાલીકા દ્વાર દર ચોમાસામાં જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવે છે. જેમાં કેટલીંક ઈમારતોને રહેવા લાયક મરામત કરવા તાકીદ કરાય છે તો કેટલીંક ઈમારત જે અતિષય જર્જરિત થઈ ગઈ હોય તેને ઉતારી લેવા જણાવાય છે. તેમ છતાં મોટાભાગના લોકો નોટિસને ગંભીરતાથી લેતાં નથી. જેના કારણે દર ચોમાસામાં જર્જરિત ઈમારત-દિવાલ કે ઈમારતનો ભાગ ધરાશાયી થવાના બનાવો બનતાં રહે છે. દરમિયાનમાં ગઈકાલે નગરપાલિકા, વીજ કંપની તેમજ ગુજરાત ગેસ કંપની દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી મહમદપુરા વિસ્તારમાં આવેલાં સિટીઝન કોમ્પ્લેક્ષમાં લાઈટ, પાણી અને ગેસ કનેક્શન કાપી નાખ્યં હતું. જેના કારણે આખી રાત્રી સ્થાનિકોએ લાઈટ, પાણી અને ગેસ વિના મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. આખરે શનિવારે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા પ્રમુખને રજૂઆત કરી કનેકશન ચાલુ કરાવવા રજૂઆ કરી હતી. પાલીકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ તેમને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, તેઓ સ્થળની મુલાકાત લેશે જે બાદ પરીસ્થિતીનું નિરીક્ષણ કરી રહીશોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની તેમણે બાંહેધરી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: