ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષક પત્રતા કસોટી (TET) ના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી.


શિક્ષક સંઘે દ્વારા આપેલાં આવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ચૂકાદાને Intellectual property લઈને શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ છે. ટેટ અને શિક્ષણનો અધિકાર અધિનિયમ અમલમાં આવ્યા પહેલાં થયેલા અનુભવી શિક્ષકો પર પાછલી તારીખથી નવી લાયકાતની શરતો લાગુ થવી અન્યાય સમાન છે. દાયકાઓથી સંતોષકારક સેવા આપતાં શિક્ષકોને સવા સુરક્ષા, બઢતી અને નિવૃત્તિ લાભો અંગે અનિશ્ચિતાનો સામનો કરવો પડી રહ્યો હતો. ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માધ્યમથી શિક્ષક સંગઠનોએ કેન્દ્ર સરકારને શિક્ષક સંગઠનો, રાજ્ય સરકારો અને શિક્ષતિક નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સેવામાં રહેલાં શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મુલ્યાંકન પદ્ધતિ અંગે વિચારણા કરવા વિનંતી કરાઈ હતી. કોઈપણ શિક્ષકને પાછલી લાયકાતની શરતોના આધારે સેવા, બઢતી કે નિવૃત્તિ લાભોથી વંચિત ન રાખવા અને શિક્ષક સંગઠતો સાથે તાત્કાલિક બેઠક બોલાવી સર્વસંમતિથી ઉકેલ લાવવાની માગ કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: