ઝઘડિયા : ઝઘડિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક નિરવ પટેલની ઉતકૃષ્ટ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે. શિક્ષકદિને તેઓને નોકરીમાં પણ પંદર વર્ષ પુર્ણ થયા હોઈ તેઓને જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.ઇ.ઓ, ડીપીઈઓની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું. તેઓની નિમણુંક વર્ષ 2011માં તા.5 સપ્ટેમ્બરે થઇ હતી. તેઓએ શાળાના સ્ટાફ્ સાથે મળીને બાળકોને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા પ્રેરણા આપી અને સરકારી-ખાનગી અને ઈંગલીશ મિડિયમ શાળાઓના બાળકો સામે પ્રતિસ્પર્ધા કરીને આ શાળા છેલ્લા 15 વર્ષમાં આઠ વાર સ્ટેટ લેવલ અને બે વાર નેશનલ લેવલ દિલ્હી સાયન્સ ફેર સુધી પહોચી છે. રમત ગમત અને 21 કિ.મી મેરાથોનનો પણ શોખ હોઈ બાળકોને ખો-ખો અને કબડ્ડી માટે તૈયાર કર્યા હતા. આ રમતમાં પણ શાળાના બાળકો બે વાર ઝોન લેવેલ અને એક વાર સ્ટેટ લેવલ સુધી પહોચ્યા છે.
