ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળામાં અભયાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહભેર અભ્યાસકાર્ય કરાવ્યુ હતુ. આ પ્રસંગે શિક્ષકોની ભુમિકા ભજવેલ શિક્ષકોએ શિક્ષણકાર્ય કરાવવુ ખુબ જ કપરૂ છે એવો મત વ્યકત કર્યો હતો. આ ઉપરાંત શાળાના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ડાયરેકટર રશ્મિકાંત કંસારા અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વકતાઓનું શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.જિજ્ઞેશ પટેલ અને શાળાના ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પાવન અવસર નિમિત્તે ઉપસ્થિત મહેમાનો, શાળા મેનેજીંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો