ભરૂચ શહેરના સી-ડિવિઝન પોલીસ મથક હેઠળ વર્ષ 2024 દરમિયાન સામે આવેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના હાઈપ્રોફઇલ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફ્ળતા મળી છે. ખોટા લોન સેન્કશન લેટર, બનાવટી એફ્.ડી. દસ્તાવેજો અને વિવિધ સરકારી યોજનાઓના બહાના હેઠળ અનેક લોકોને છેતરનાર રીઢો આરોપી યતીન અરુણભાઈ શાહને આંતરરાષ્ટ્રીય સ્તરના ટેકનિકલ સર્વેલન્સ બાદ બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભરૂચના ઝાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતા દિપનભાઈ અરૂણભાઈ દલાલે ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી હતી. ફ્રિયાદ અનુસાર, તેમની દીકરીને યુનાઇટેડ કિંગડમમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી.

આરોપીએ યુ.કે. એમ્બેસીમાં ઓળખાણ હોવાનો દાવો કરી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિઝા પ્રક્રિયા માટે બેંક ટ્રાન્ઝેક્શન દર્શાવવાની જરૂર હોવાનું કહી દિપનભાઈની પત્નીના ખાતામાં રહેલા રૂ. 21.95 લાખ પોતાના પુત્ર અરહમ શાહના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફ્ર કરાવ્યા હતા.વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતા જ્યારે દિપનભાઈએ પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીએSIDBI બેંકમાં રૂ. 22 લાખની એફ્.ડી. કરાવ્યાનો ખોટો લેટર વોટ્સએપ મારફ્તે મોકલ્યો હતો. એટલું જ નહીં, દીકરીના નામે ICICI બેંકમાંથી રૂ. 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું ખોટું સહી-સિક્કાવાળું લોન સેન્કશન લેટર પણ આપ્યું હતું.

જોકે બાદમાં દસ્તાવેજોની ખરાઈ કરતાં SIDBI અને ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર સંપૂર્ણપણે ખોટા અને બનાવટી હોવાનું જાહેર કર્યું હતું. જેથી દિપનભાઈને પોતાની સાથે મોટાપાયે છેતરપિંડી થઈ હોવાનો ભાન થયું હતું.

ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ પોલીસની નજરથી બચવા ભારત છોડીને મલેશિયા ભાગી ગયો હતો. ત્યારબાદ ભરૂચ સી-ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ટ્રેકિંગ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફ્રી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતા બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ ભરૂચ સી-ડિવિઝન પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી તેને ભરૂચ લાવવામાં સફ્ળ રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો