વડાલી : વડાલી નગરપાલિકા દ્વારા શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે 13 સફાઈ કામદારોને કાયમી નિમણૂંક અપાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હંસાબેન.આર.સગર, કારોબારી ચેરમેન રાજુભાઈ આર. પરમાર, ચીફ્ ઓફ્સિર પી.આર. પરમાર, પૂર્વ પ્રમુખ યશરાજસિંહ ભાટી તથા તમામ સદસ્યોના વરદ હસ્તે 13 સફાઈ કામદારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી નિમણૂંક મળતાં કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી અને શહેરની સ્વચ્છતા તથા સફાઈ કામગીરી પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો