અબોલ જીવો પ્રત્યે અગાધ કરુણા અને વાત્સલ્ય ધરાવતા રતિલાલજી મહારાજ સાહેબની જન્મસ્મૃતિ તથા દિવાળીના પાવન મહાપર્વ નિમિત્તે ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જીવદયા અને માનવસેવાની અનેરી સરવાણી વહાવી જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત રેલાવવામાં આવ્યું હતું. આ સેવાકીય અભિયાન અંતર્ગત ગૌશાળા ખાતે 150 કિલો ગળી રોટલી અર્પણ કરી ગૌમાતાઓનું મોઢું મીઠું કરાવી ઉત્કૃષ્ટ જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દિવાળીના તહેવારોમાં રસ્તા પર કે ફૂટપાથ પર દીવા, રંગોળીના રંગો, સ્ટીકરો અને ફ્ટાકડા જેવી નાની-મોટી ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા અંદાજે 800 જેટલા નાના વેપારીઓ તથા શ્રમજીવીઓનેફૂડ પેકેટ અને મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી. તહેવારના દિવસોમાં અબોલ જીવો અને સામાન્ય વર્ગના લોકો માટે ખુશીનું નિમિત્ત બની તેમની દિવાળી ખરા અર્થમાં રોશન કરવા માટે ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપના યુવાનો અને ભાવિકોએ ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી સેવા યજ્ઞ સંપન્ન કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો