વેસ્ટર્ન રેલવે ઍમ્પ્લોઈઝ યુનિયનનું 106મું વાર્ષિક સંમેલન ભાવનગરમા મળ્યુ હતું. આ તકે ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશન (એઆઈઆરએફ્-દિલ્હી)ના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યુ હતું કે, આઉટ સોર્સિંગ રેલવે સામે મોટો ખતરો છે. રેલવેના સંગઠનો દ્વારા સંભવિત ખાનગીકરણનો વિરોધ કરાશે .આઠમા પગાર પંચને વિલંબ થઈ રહ્યો છે.આ ઉપરાત પે કમિશનને રેલવેના કર્મચારીના પ્રશ્નો અંગે રજૂઆતો કરાઈ છે.તેમ તેઓએ જણાવ્યુ હતું.તેઓએ ઉમર્યુ કે, મહિલા કર્મચારીઓ વિતરીત પરિસ્થિતિમા કામ કરતી હોવાથી તેઓને સુવિધા પ્રદાન કરવામા આવે તે જરૂરી છે. વેસ્ટર્ન રેલવે ઍમ્પ્લોઈઝ યુનિયનની 1920મા સ્થાપના થઈ હતી. 

આ ઉપરાંત ભાવનગર પરા (ડીઆરએમ ઓફ્સિ પાછળ) ખાતેના વિભાગીય કાર્યાલયથી કર્મચારીઓની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે એક વિશાળ પરિષદમાં પરિણમી હતી,

આ સંમેલનમા ભાગ લેવા માટે વેસ્ટર્ન રેલવે કર્મચારી સંઘના પ્રતિનિધિ મંડળોને લઈને એક ખાસ ટ્રેન મુંબઈથી આવી હતી. જેમા રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઈ, રતલામ અને ભાવનગર વિભાગના મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ સામેલ થયા હતા

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો