ભાવનગર બેંક એમ્પ્લોઈઝ કન્ઝયુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓ.સોસાયટીની તાજેતરમાં મળેલી કારોબારી સમિતિનની મિટીંગમાં સને 2026-27 માટેના હોદ્દેદારોની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે ભાવનગર નાગરિક સહકારી બેંકના ભાવેશભાઈ એસ.ગાંધીની વરણી થયેલ છે. ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ કે.સંભવાણી (બેંક ઓફ બરોડા), માનદમંત્રી તરીકે હિતેશભાઈ પી.ગુરિયા (બેંક ઓફ ઈન્ડિયા), ઉપપ્રમુખ (સ્ટોર) તરીકે પરિપાલસિંહ બી.જાડેજા (બેંક ઓફ બરોડા) તથા સહમંત્રી (સ્ટોર) તરીકે ધરાબેન આર.ભટ્ટ (સિહોર નાગરિક સહકારી બેંક)ની વરણી કરવામાં આવી છે.
