નવસારીથી લગભગ 25 કીલોમીટર દૂર ગણેશવડ એક મહાન ચમત્કારિક અને જાગૃત મંદિર છે. નવસારીથી ગણેશગઢ સીસોદરા રોડ પર સ્વયંભયૂ ગણેશ મંદિર છે. આ મંદિરના નિર્માણ અને ગણેશના પ્રાગટયની કથા ગણેશમહાપુરાણમાં જોવા મળે છે. ગણેશની ડાબી સૂંઢવાળી એક ફૂટ ઊંચી સુંદર અને ચમત્કારિક મૂર્તિ છે. ગણેશ પાસે માતા પાર્વતીની મૂર્તિ છે. આ મંદિર લગભગ 350 વર્ષો પ્રાચીન હોવાનું મનાય છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર વિ.સ.2016માં કરાયો હતો. આ મંદિરના નિર્માણ માટે ધર્માંધ અને હિન્દુ વિરોધી મોગલ સમ્રાટ ઓરંગઝેબે 30 વીધા જમીન દાનમાં આપી હતી.
મોગલ સમ્રાટ ઓરંગઝેબ માટે કહેવાતું કે તે ધર્માંધ અને મૂર્તિ ભંજક અને હિન્દુઓનો કટ્ટર વિરોધી હતો. તેને મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી તેની પાછળથી કથા ખૂબ જ ચમત્કારિક અને ગણેશનું મહત્વ દર્શાવતી કથા છૂપાયેલી છે. ગણેશપુરાણમાં નવસારી પાસે ગણેશવડમાં વડની ફાંટામાંથી ગણપતિ સ્વયંભુ પ્રગટયાની કથાનું વિસ્તારથી વર્ણન છે. ઓરંગઝેબે ગણેશવડના ગણપતિના મંદિર માટે ઈ.વ.1662માં 30 વીધા જેટલી રાજ્યની જમીન આ મંદિરને દાન પેટે આપી હતી.
ચમત્કાર વગર નમસ્કાર નહી. ગમે તેવો નાસ્તિક કે ધર્માંધ માણસ પણ ચમત્કાર ભાળી જતાં ઈશ્વરના શરણે જાય છે. નવસારી પાસેના ગણેશવડ આસપાસ આજથી 360 થી વધુ વરસો પહેલાં ગાઢ જંગલ હતું. આ જંગલમાં મોહનગીરી નામના ગોસાંઈ ગણેશ ભકત હતા. જંગલની ઝાડીઓ, વનરાઈઓમાં નદીના કિનારે તેનો આશ્રમ હતો. ગણેશના એકાક્ષરી મંત્રના જાપ કરતા આજુબાજુની ગ્રામ્ય પ્રજાને પણ ગણેશ ભક્તિમાં તરબોળ કરી દેતા હતાં. મોહનગીરીની અનન્ય અને શ્રધ્ધાપૂર્વકની ભક્તિથી પ્રસન્ન થઈ ગણેશ ભગવાને સપનામાં દર્શન દીધા અને કહ્યું કાલે પ્રાતઃકાળે તારા આશ્રમથી પાસે એક મોટું વડલાનું ઝાડ છે ત્યાં જજે ત્યાં મારો સાક્ષાત્કાર થશે. મોહનગીરીની આખી રાત ઊંઘ ન આવી પ્રાતઃકાળ થતાં જ તે સ્વપ્નમાં કહેલા મોટા વડના ઝાડ પાસે ગયો અને ત્યાં જઈને જોએ છે તો વડના વડમાં મોટી ફાંટ પડી છે અને ત્યાં ગણેશની મૂર્તિ બિરાજેલ છે. અને તેને પૂર્ણ શ્રધ્ધાથી ગણેશની મૂર્તિ વડના ઝાડમાંથી બહાર કાઢી પોતાના આશ્રમે લાવ્યા હતા. ચોતરફ આજુબાજુના ગામોમાં સમાચાર ફેલાઈ ગયા. આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામ ઉમટી પડયો હતો. આજુબાજુ વડલાઓનું ઝુંડ હતું અને આ મૂર્તિ વડના ઝાડમાંથી સ્વયંભુ પ્રગટી હોવાથી એનું નામ ગણેશવડ રાખવામાં આવ્યું હતું.
આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. એના સુબાઓ દેશના દરેક પ્રદેશોમાં હિન્દુઓનાં મંદિરોને લૂંટવાનું અને તોડવાનું કામ કરતાં હતાં. ધર્માન્તરણ પણ કરાવતા હતા. ગુજરાતના સુબાના કાને નવસારીના ગણેશવડના ગણપતિની ચમત્કારિક મૂર્તિની વાત મળી. તે મૂર્તિને તોડવા ઉતાવળો થવા લાગ્યો હતો. ગુજરાતનો સુબો સૈનિકો સાથે મૂર્તિનેન તોડવા ગણેશવડ આવ્યો જેવો તે પોતાના સૈનિકોની સાથે વડલાઓના ઝુંડમાં બિરાજમાન ગણેશની મૂર્તિને તોડવા ઘસ્યો તેટલાંમાં જ સંખ્યાબંધ ઝેરી ભમરાઓએ સૂબા અને તેનો સૈનિકોને ભયંકર રીતે ડંખ મારવા લાગ્યા. સૂબો અને તેના સૈનિકો ભારે ચીસાચીસ કરી ત્યાંથી નાસી ગયા. એક પ્રહર વીત્યાં બાદ ફરી પ્રયત્નો કર્યા ફરી પાછા આ ભમરાઓ ડંખો મારવા લાગ્યા. અનેક ડંખોથી સૂબો લૂલો બની ગયો. આથી તે આ ગણપતિ તો ડંખ મારે એવા છે તેમ કહીં ગણેશને નમન કરીને ચાલી નીકળ્યો હતો.
આ ચમત્કારિક ઘટનાની જાણ સૂબાએ ઓરંગઝેબને કરી હતી. ગણેશના ભાવિ પ્રકોપથી બચવા રાજ્યના ખજાનામાંથી દાન આપવા કહ્યું હતું દીલ્હી સલ્તનતનાં આદેશથી ગુજરાતના સૂબાએ ઓરંગઝેબના નામથી ગણેશના મંદિર માટે 30 વીધા જમીન દાનમાં આપી હતી. આ કળીયુગમાં પ્રગટેલા સ્વયંભુ ગણપતિનું જાગ્રત અને ચમત્કારિક સ્થાન છે. અહીં ગણેશવડના દર્શન કરનારની સર્વ મનોકામનાઓ વિધ્નહર્તા પુર્ણ કરી આપે છે. ગણેશના એકાક્ષરી મંત્ર અને સંકટનાશન ગણેશ સ્તોત્રનાં પાઠ કરવાથી સર્વ વિધ્નોનો નાશ થાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો