ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે શંભુસિંહ સરવૈયાની બીજી વાર નિમણુંક કરાઈ છે, તેઓ GISFS માં સુપરવાઈઝર તરીકે ભાવનગરસમરસ હોસ્ટેલમાં ફરજ બજાવે છે, કમાન્ડર તરીકે બોલેરો કાર અને સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવવા સરકારી ટુ વ્હીલર ફાળવાયેલુ છે. એકજ વ્યક્તિ બન્ને જગ્યા પર ફરજ બજાવે છે. તેને બે સરકારી વાહનો ફાળવાયા છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવીને પગલા લેવાની માંગણી કરાઈ છે. 

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં માવજીભાઈ સરવૈયાએ રજૂઆત કરી છે કે, શંભુસિંહ સરવૈયા પોતે RSSના સભ્ય છે એ નાતે એમને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે બીજી વખત મુકવામાં આવ્યા અને 1997માં શંભુસિંહ સરવૈયા GISFS જે ગુજરાત સરકાર પ્રસ્થાપિત છે જેના ચેરમેન IPSનીપૂર્ણા તોરવણે છે. 1997 થી 2020 સુધી શંભુસિંહ GISFSમાં ગેરહાજર રહ્યા 2020માં એ GISFSમાં સુપરવાઈઝર તરીકે ભાવનગર સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવે છે અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે પણ ફરજ બજાવે છે સરકારે હોમગાર્ડમાં એને સરકારી બોલેરો આપી છે અને GISFS સંસ્થાએ એમને સરકારી ટુ-વ્હીલર ફાળવ્યું છે આમ એક અધિકારી બે જગ્યાએ નોકરી કરે છે અને સરકારી વાહનનો દુરૂપયોગ કરે છે અને પોતે એન્ટ્રી પાડવા માટે પોતાની ગાડી ઉપર લાલ લાઈટ નખાવી છે. જે ગેરકાયદેસર છે છતા પોતે એન્ટ્રી પાડવા માટે લાલ લાઈટ વાળી સરકારી બોલેરોનો GISFSમાં નોકરીએ જાય ત્યારે પણ આ ગાડી લઈ જાય છેઅને હોમગાર્ડમાં પણ આ ગાડી વાપરે છે આ બાબતે નિયમો અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. 

જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે એમના મળતિયા હોમગાર્ડને ગેરકાયદેસર પ્રમોશનો આપ્યા છે. જાવક નં.-ડીસી/બીવી/એનસીઓ/ટેસ્ટ/પરી/405-419/ 2019 તારીખ 07/03/2019ના રોજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને DYSP એડમન દ્વારા રેન્ક ટેસ્ટ લેવામાં આવી હતી એમાં પાસ થયેલા ઉમેદવારોને એમણે લગાવેલી રેન્ક અત્યારે હોમગાર્ડ જવાનોને રેન્ક ઉતારવા માટે દબાણ કરે છે. પરંતુ CGહોમગાર્ડ દ્વારા કે વડીકચેરીના કોઈ હુકમો આપતા નથી એ માત્ર પોતાના મળતિયા હોમગાર્ડ જવાનને ગેરકાયદેસર રેન્ક લગાડી એની સામે કોઈ કાર્યવાહી નહિ આ સાથે 2019માં રેન્ક ટેસ્ટ પાસ કરેલી તે ઉમેદવારોનું લીસ્ટ છે અને ગેરકાયદેસર એમના મળતિયાઓને રેન્ક ટેસ્ટમાં બેસાડયા એનું લીસ્ટ પણ છે આ બાબતે તપાસ કરાવી કાર્યવાહી કરવાની માંગણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો