ભાવનગરના તળાજાના બેલા ગામે વીજ ચેકિંગ દરમિયાન વિવાદ સર્જાયો છે. સ્થાનિક એક કૅન્સર પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે વીજ ચેકિંગ ટીમે તેના ઘરમાં દાખલ થઈને તેના સાથે મારપીટ કરી અને જાતિ પ્રત્યે હડહડાટભરી વર્તન કર્યું.

વીજ ચેકિંગ ટીમ ઘરમાં અંદર જતા વિવાદ

આરોપ અનુસાર, ઘટના સમયે મહિલા ઘરમાં સૂતી હતી ત્યારે વીજ ચેકિંગ ટીમ ઘરમાં અંદર જતા વિવાદ થયો હતો. મામલાનો નાગરિક પરિવારે વિરોધ કર્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

મામલાની તપાસ શરુ

 મહિલાને યોગ્ય સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ અને વિજ વિભાગે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું