આ વર્ષે દીપાવલી પર્વ નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લાના ફ્ટાકડા બજારમાં ગ્રાહકોની ખરીદીના વલણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. શહેરના જવાહર મેદાન, આનંદનગર, વાઘાવાડી રોડ સહિતના હંગામી અને કાયમી સ્ટોલ પર ભારે અવાજવાળા ફ્ટાકડા કરતાં આકાશી આતશબાજી કરતા ફેન્સી ફ્ટાકડા તેમજ પર્યાવરણને અનુકૂળ ક્કગ્રીન ક્રેકર્સક્રની સૌથી વધુ માંગ રહી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર, યુવાવર્ગ અને પરિવારોમાં 12 થી લઈને 240 શૉટ્સ સુધીના મલ્ટી-કલર સ્કાય શોટ્સ, નાઇટ કલર સ્મોક, અને રોકેટ પ્રકારના ફેન્સી ફ્ટાકડાની જબરદસ્ત માંગ રહી હતી. આકાશમાં વિવિધ રંગો અને ડિઝાઈન વિખેરતા ફ્ટાકડા લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકો માટે નવીનતમ વેરિયન્ટ્સ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર આધારિત ફ્ટાકડા, પોપ-અપ બોમ્બ, કલરફુલ ચકરડી, ફુવારા (ફાઉન્ટેન), સ્મોક બોમ્બ અને સ્પાર્કલર્સ (તારા)ની વિવિધ સાઇઝમાં પુષ્કળ ખરીદી થઈ હતી. ખાસ કરીને હાથમાં રાખીને ફોડી શકાય તેવા સલામત અને ઓછો ધુમાડો કરતા ઉત્પાદનો માતા-પિતાની પહેલી પસંદગી બન્યા હતા. સુપ્રીમ કોર્ટ અને વહીવટી તંત્રના જાહેરનામાને પગલે ગ્રાહકો તેમજ વેપારીઓ બંને ગ્રીન ક્રેકર્સ (ઓછો અવાજ અને મર્યાદિત ધુમાડો ધરાવતા) તરફ્ વળ્યા હતા. લોકોમાં વધતી જાગૃતિને કારણે પારંપરિક લાંબી લડીઓ (ટેટાની લડ) અને વધુ ડેસિબલવાળા સુતળી બોમ્બ જેવા ઘોંઘાટિયા ફ્ટાકડાનું વેચાણ અગાઉની સરખામણીએ ઘટયું હતું. કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના કારણે આ વર્ષે ભાવોમાં 10 થી 15 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. જોકે, ધનતેરસ અને કાળીચૌદશના દિવસોમાં બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. પરિવારોએ બજેટ મુજબ પણ ઉત્સાહભેર ખરીદી કરીને દીપાવલી પર્વની ઉજવણીને રોશન બનાવી હતી. સ્થાનિક વેપારીઓના મતે, આ વર્ષેઅવાજમુક્ત અને રોશની પ્રધાન ફ્ટાકડાનો ટ્રેન્ડ સ્પષ્ટપણે આગળ રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો