વડાલી : વડાલી નગરના માણેકચોક વિસ્તારમાં આવેલ માંકળી વાવ ખાતે બિરાજમાન ઘોડાવીર દાદાના મંદિરે ગતરોજ કાળી ચૌદસ નિમિત્તે શાસ્ત્ર્રી હેમંતભાઈ બાવજીના આચાર્ય પદે હવન અને મહાપૂજાનું આયોજન ઘોડાવીર દાદા કમિટી દ્વારા કરાયું હતું. સવારે 9:00 કલાકે મહાપૂજા તથા યજ્ઞનો પ્રારંભ કરાયો હતો, બપોરે પૂર્ણાહુતિ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી દાદાના દર્શન તથા હવનનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો