80 માં સ્વતંત્ર પર્વને તાલુકા કક્ષાની ઉજવણી જેસર ખાતે આવેલ બળવંતરાય ગોપાળજીદાસ મહેતા (બ.ગો મહેતા વિદ્યાલયના) પટાઞાણમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારના 9:00 કલાકે રાખવામાં આવ્યો હતો. 80 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તમામ શાળાના બાળકો તથા વિદ્યાર્થીઓ તેમજ જેસર ગામની રાષ્ટ્ર પ્રેમી જનતા અને સરકારી કર્મચારી તેમજ પોલીસ સ્ટાફ્ પોતાના ગણવેશમાં હાજર રહ્યો હતો. સવારના 9:00 કલાકે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલતદાર શ્રી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જેસર ની દરેક શાળાના બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા તેમજ કાર્યક્રમના અંતે મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો