ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA),ભાવનગર બ્રાન્ચની વર્ષ 2026-27 માટેની નવી ટીમની વરણી કરવામાં આવી છે. નવી ટીમનો કાર્યકાળ 1 ઓક્ટોબર-26થી સત્તાવાર રીતે શરૂ થશે. નવી ટીમમાં પ્રમુખ તરીકે ડૉ. હરદેવસિંહ મોરી, ઉપપ્રમુખ તરીકે ડૉ. રાજન દેસાઈ, માનદ મંત્રી તરીકે ડૉ. હરપાલસિંહ ડાભી, જોઇન્ટ સેક્રેટરી તરીકે ડૉ. સેજલ ચૌહાણ, ખજાનચી તરીકે ડૉ. દેવાંગ પવાર તથા કલ્ચરલ સેક્રેટરી તરીકે ડૉ. એન. પી. કુહાડિયાની વરણી કરવામાં આવી છે. ડૉ. દિલીપ હડિયાલ ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે.
નવી ટીમમાં એક્ઝિક્યુટિવ કમિટી સભ્યો તરીકે ડૉ. આરાધનાબા ગોહિલ, ડૉ. ભાવેશ સોલંકી, ડૉ. ધનંજય દવે, ડૉ. હાર્દિક લાઠિયા, ડૉ. હિનલ ગુજરાતી, ડૉ. જયવીર પરમાર, ડૉ. કે. બી. પરમાર, ડૉ. કૃણાલ નિર્મલ, ડૉ. મેધા કાનાણી, ડૉ. પાર્થરાજ ઉમટ અને ડૉ. પ્રદીપ પીઠડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ અને સ્ટેટ કાઉન્સિલમાં ડૉ. કિશોર સોલંકી, ડૉ. મેહુલ ગોસાઈ, ડૉ. પી. પી. વાઘ, ડૉ. રાજન દેસાઈ, ડૉ. ત્રુશાર અડેશરા અને ડૉ. વિપુલ સરવૈયા પ્રતિનિધિત્વ કરશે. નવી ટીમ દ્વારા IMA Bhavnagar2.0ના અભિગમ સાથે તબીબોમાં એકતા અને સહકાર વધારવા, વિવિધ સ્પેશિયાલિટી તથા એલાઇડ મેડિકલ એસોસિએશનો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તબીબ કલ્યાણ, વ્યાવસાયિક હિતો, સામાજિક આરોગ્ય જાગૃતિ તથા ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે વર્ષભર વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
