સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા-ફુલોનો શણગાર, દાદાને અનેકવિધ વાનગીનો ભવ્ય અને દિવ્ય મહાઅન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ઠાકોરજી અને દાદાને વિવિધ વાનગીઓની સાથે છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો.
