બગદાણામાં કોળી યુવક ઉપર હુમલા પ્રકરણે કોળી ઠાકોર સમાજની ન્યાય સભા ભાવનગરમાં મળી હતી. જેમાં તમામ રાજકીય આગેવાનો ગેરહાજર રહ્યા હતા. ન્યાય સમિતીના સભ્યોએ પોલીસ અને કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોળી સમાજને રોડે ચડાવનાર પોલીસ છે, પી.આઈ. ડી.વી.ડાંગરના પટ્ટા નહીં ઉતરે ત્યા સુધી આ લડત ચાલુ રહેશે. તેને ડીસમીસ કરવાની માંગણી ઉઠાવાઈ હતી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહિર સારા મિત્રો છે. અમે 2027મા બતાવી દઈશુ. તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં બગદાણામાં રાજ્ય નહીં દેશભરનુ સંમેલન બોલાવવાની ચેતવણી હુમલાના ભોગગ્રસ્ત નવનીત બાલધિયાએ ઉચ્ચારી હતી. ભાવનગર શહેરના કુંભારવાડામાં કોળી ઠાકોર સમાજની ન્યાય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા, રાજુલામાં રોડ ટચ કરોડો રૂપિયાની જમીન પર કબજો લેવા મામલે માયાભાઈ આહીર અને અમરીશભાઈ ડેર સામે પણ આંગળી ચિંધવામાં આવી હતી. સભામાં આત્મવિલોપન કરવાની જે તે સમયે ચીમકી ઉચ્ચારનાર સમાજના યુવકોએ તેમજ અન્ય વક્તાઓએ સભાને સંબોધી હતી. સભામાં એવો સૂર વ્યક્ત કરાયો હતો કે, પીઆઈ ડાંગરના લીધે જ કોળી સમાજે રોડે ચડવુ પડયુ છે. સભા જે સ્થળે છે તે મત વિસ્તાર જીતુ વાઘાણીનો છે, જે માયાભાઈ આહીરના મિત્ર છે, તેને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. 2027માં અમે તેમને બતાવી દઈશું.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









